Jio નો 29 રૂપિયાનો અનલિમિટેડ એન્ટરટેઈન્મેન્ટ નવો પ્લાન

જિયો સિનેમાએ પોતાના ગ્રાહકો માટે આજના દિવસે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. નવા જિયો સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન સાથે જિયો સિનેમા યૂઝર્સ હોલીવુડ મૂવી, ટીવી શો, સહિત પ્રીમિયમ કન્ટેન્ટ ખુબ જ ઓછા ભાવે એક્સેસ કરી શકશે. નવા જિયો સિનેમા સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત માત્ર 29 રૂપિયા શરૂ થાઈ છે.

Jio Cinema 29 Rupees Subscription Premium Plan

હવે વાત કરીએ નવા 29 રૂપિયાવાળા નવા પ્રીમીયમ પ્લાનની તો કંપનીનું કહેવું છે કે આ નવા સબસ્ક્રિપ્શન સાથે યુઝર્સ 4K ક્વોલિટીમાં મૂવી, ટીવી સિરીઝ, અને કિડ્સ પ્રોગ્રામિકની મજા ઓનલાઈવ અને ઓફલાઈન મોડમાં લઈ શકશે. યૂઝર્સ કોઈ પણ ડિવાઈસ પર પાંચ ભાષાઓમાં આ કન્ટેન્ટ જોઈ શકશે, નવા જિયોસિનેમા સબસ્ક્રિપ્શન પ્લાન આજથી રિચાર્જ માટે ઉપલબ્ધ છે. આ એક એડ ફ્રી સબસ્ક્રિપ્શન પ્લાન છે.

ખાસ કિંમતો કેટલા સમય માટે માન્ય રહેશે તે સ્પષ્ટ નથી.

Share this news